ઋતુરાણી વર્ષા

ઋતુરાણી વર્ષા

ગ્રીષ્મમાં ઘૂમતા’તા ખાલી વાદળો જળ ભરવા
પરસેવે નાહતા તરસ્યા પશુપંખી પડ્યા મરવા

સૂરજ ઢાંકશે ઋતુરાણી વર્ષા ને વાદળી રીઝશે
વીજ ઝબૂકી કરવાને લીલીછમ્મ સૃષ્ટિ થીઝશે

આવી ચડ્યું કાળું ડિબાંગ આભલું ભરીને જળ
કરી ગડગડાટ ચાલુ કર્યા આભમાં અનંત નળ

વહેતા થયા નીર ભર્યા વીરડા નદી ને સરોવર
પ્રસન્ન શિશુ તળાવે ઘુમતા સખા થયા તરુવર

સજ્યા હરા વસ્ત્ર બીડ ખેતરે લીલકાઈ છે શ્રુષ્ટિ
શ્રાવણે ચરતાં પશુ ને ચણતા પંખી મોતી વૃષ્ટિ

હાંફતા આખલા ખાંસે આપા ને હસતા ક્ષેત્રપાલ
અન્નદાતા અશ્વિની માસે લણવા મોકલતા ટપાલ

સૂર્યચક્ર મંહી સનાતન શ્રેષ્ઠ ભાસે ઋતુરાણી વર્ષા
આરંભે અષાઢે ધરતી પર જલ ઓચ્છવ પ્રેમવર્ષા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s